મારું નાનું એવું રમકડું..
નિતનવા ખેલ કરાવતું મને મારું રમકડું,
ઉંમરમાં તો નાનું એવું ઢબૂકલું પણ સમજણનું મોટુ ગતકડું,
મારું નાનું એવું રમકડું..
સૂતી હોવ તો જગાડે, જાગતી હોવ તો સુવડાવે,
મારાં હાથથી જ રોજ જમેં, મને એના નાના નાના હાથથી જમાડે,
મારી આંખના આંસુ લુછતૂ મારું નાનું એવું રમકડું..
કલકલ કરતુ, મને ખુબ પજવતું,
ક્યારેક પોતે રીસાતું તો ક્યારેક મને મનાવતૂ,
પોતે નાનું એવું પણ મને 'નાનકુડી' કઈ બોલાવતું,
મારું નાનું એવું રમકડું..
એની મીઠી મીઠી વાતોથી બધાને રીઝવતું,
કાલીઘેલી ભાષામાં સઘળું એ સમજાવતું,
મારી માટે મારાં ઈશ્વરની ભેટ છે મારું નાનું એવું રમકડું..
#દ્રષ્ટિ