Gujarati Quote in Poem by Dr Priya Gorasiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પરણેતર #

કેટલાય આસુંઓ ને સંઘરી ને બેઠું હશે આ આકાશ!
પળવારમાં જ પ્રેમ નો એકરાર કરી દીધો ધરતી ને, મન મૂકીને ને વરસાવું કદાચ એની આદત હશે,
પણ ભીંજાવું એ સ્વભાવ છે ધરતીનો પછી ભલે ને અશ્રુ હોય કે પાણી??
આજે જેણે મારાં શબ્દો ને વાચા આપી છે,
મારી વિખેરાયેલી વાતો ને મજબૂત આધાર આપ્યો છે,
મારાં મનના ખૂણામાં બસ એના જ પડઘા સંભળાય છે,
મારાં હૈયા નાં દ્વારે એના આવવાના એંઘાણ જણાય છે.
વરસાદ તો પોતાની પ્રેમની ધારાઓ વરસાવી ચાલ્યો ગયો આજ
પણ પોતાનું કાયમી સરનામું આજે પણ નાં આપી ગયો!!
ભીતર થી ભીંજાયેલી ધરતી ને મનમાં કશુંક તો થતું હશે ને !
"કે મારાં મનની તૃષા ને સંતોષનારું કોઈક તો છે ને !!"
ધરતી કહે છે વરસાદ ને " તારાં પાછા અવવાની એક એંધાણી માંગુ છું,
જીવનભર માટે તારી જ "પરણેતર"બનવા માંગુ છું
by.. dr. priyanka gorasiya

Gujarati Poem by Dr Priya Gorasiya : 111458499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now