તને સમજી શકું છું...
તારા સ્વપ્નને મારી આંખથી જોઈ શકું છું,
હા, હું તને સમજી શકું છું..
તારા ગુસ્સામાં સમાયેલા પ્રેમને નીરખી શકું છું,
હા, હું તને સમજી શકું છું..
વરસાદમાં ભીંજાયેલા તારા આંસુને પારખી શકું છું,
હા, હું તને સમજી શકું છું..
તારા સ્મિતમાં રહેલી પીડાને પામી શકું છું,
હા, હું તને સમજી શકું છું..
તારા મૌનને વાંચા આપી શકું છું,
હા, હું તને સમજી શકું છું..
તારા સ્પર્શમાં રહેલા અગાધ થાકને અનુભવી શકું છું,
હા હું તને સમજી શકું છું..
અંતે..
તારા આંસુને મારી આંખથી વહેવડાવી શકું છું,
હા, હું તને સમજી શકું છું...
-દ્રષ્ટિ