❤️વધને આગળ ❤️
રાખી જાત તણી ખુમારી તું વધને આગળ,
અહીં સ્વાર્થ ના સવ સગા તું તારે વધને આગળ.
મળે બોર ત્યાં સુધી બોરડી ખંખેરવાના,
છોડી મોહ તણી જંજટ તું વધને આગળ.
શિયાળિયા ઓ સુ તારો રસ્તો રોકવાના,
કરી સિંહ ગર્જના તું વધને આગળ.
અહીં ચેહરા પાછળ ચેહરો ક્યાં કોઈ પરખાવાના,
સાફ સુથરું દિલ રાખી તું વધને આગળ.
વેઠી ઘણી તે વેદના અહીં ક્યાં કોઈ જોવાના,
બની તુજ તારો પડછાયો બસ વધને આગળ.
Narendra