જ્યારે કોઈ ગરીબ ના આંસુ લૂછવા આ માનવી આગળ આવશે,
જ્યારે કોઈ સ્ત્રીનું સમ્માન કરવા પુરુષ આગળ આવશે,
જ્યારે ઘરમાં આવેલી વહુને દીકરી સમજવા એક સાસુ આગળ આવશે,
જ્યારે સાસુ સસરા ને પોતાના માતા પિતા સમજવા વહુ આગળ આવશે,
જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ બનીને દેશ નો નાગરિક આગળ આવશે,
જ્યારે આ બધું થશે ત્યારે સંસાર આગળ આવશે,
તે દિવસે "રાવલ" આ સૃષ્ટિ માં પરિવર્તન આવશે.#આગળ
લિ.ભાવેશ એસ રાવલ