Gujarati Quote in Poem by Rudrarajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

:::::::::::::::::::::: #આગળ ::::::::::::::::::::::

આગળ વધવું છે હવે મ્હારે,
તુજ અક્ષયપાત્રી પ્રેમ સાથે.

આગળ વધવું છે હવે મ્હારે,
તુજ ઐન્દ્રજાલિક અદા સાથે.

આગળ વધવું છે હવે મ્હારે,
તુજ અણમોલ સ્નેહને સાથે.

આગળ વધવું છે હવે મ્હારે,
તુજ મૃગનયનીના ચક્ષુ‌ સાથે.

આગળ વધવું છે હવે મ્હારે,
તુજ હંસગામીની ચાલ સાથે.

આગળ વધવું છે હવે મ્હારે,
તુજ કોકીલકંઠીના કંઠ સાથે.

આગળ વધવું છે હવે મ્હારે,
ચંપકવર્ણી સમાન વર્ણ સાથે.

આગળ વધવું છે હવે મ્હારે,
તુજ ચંદ્રમુખીના મુખ સાથે.

અરે.....!

આગળ વધવું સાથે,
રંગોના યે રંગ સાથે,
ઋતુમાં વસંત સાથે,
પ્રિતના પ્રસંગ સાથે,
રહીશ મુજની સાથે,
આજીવન તું સાથે??

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૦૨/૦૬/૨૦૨૦
સમય:- ૯.૩૨

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

Gujarati Poem by Rudrarajsinh : 111457925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now