અમારું ના નસીબ, ના તમારું આ નસીબ છે,
જરૂરથી હું જાણું કે, નસારું આ નસીબ છે.
નથી કંઈ જ જોર એમને અમારું સ્હેજ પણ,
ભલે કરે એ જે ગમે, ઉઘાડું આ નસીબ છે.
બીજું કંઈ હું જાણું કે ના જાણું, જાણું એટલું,
નથી થયું એ કોઈનું જુગાડું આ નસીબ છે.
જીવન વિતે જીવન વિના અને ધરે મને ગઝલ,
છો ભોગવો તમારું, ને અમારું આ નસીબ છે.
ને અક્ષ આપનું સરૂ થઈને છેક લગ અને,
ગયા પછી કફન સુધી રૂપાળું આ નસીબ છે.