હા બધા થી થોડા વધારે ખાસ છો તમે .....
અચકાય છે જે વાત કોઈ ને કહેવામાં
કહી જવાય ઘણી સહજતા થી છે તમને
હા એટલે , બધા થી થોડા વધારે ખાસ છો તમે ....
જે ચોકલેટ નથી આપતી હું કોઈ ને
સહજ થઇ તમને આપી દેવાય છે
હા એટલે , બધા થી થોડા વધારે ખાસ છો તમે .....
દુનિયા સામે જ્યાં હું ઉદાસ ચહેરો ખુશ બતાવું છું
એ ઉદાસીનતા જ્યાં તમારી સામે અશ્રુ રૂપે વહાવું છું
હા એટલે , બધા થી થોડા વધારે ખાસ છો તમે ....
પછળાટ નિષ્ફળતા મળતા જયારે કોઈ નહતું ઉભું કરવા
ત્યાં ખભે હાથ હતો તમારો સાથ દેવા સદાય
હા એટલે , બધા થી થોડા વધારે ખાસ છો તમે ....
કસૌટી આ જિંદગી ની પાર કરવા સાથી હતો જરૂરી
એ પળ મુશ્કેલ કાઢવા હાથ હતો તમારો મારા હાથ માં
હા એટલે , બધા થી થોડા વધારે ખાસ છો તમે ....
હા ખાસ છો તમે
આ જીવ ની જાન છો તમે .....
Dedicated to Daddy .... ♥️
#fatherdaughterlove