તારી રાહમાં...
તને સમય મળશે એક દિવસ મારી માટે એ આશમાં મેં મારો સમય રોકી રાખ્યો છે,
તારા કાલ વાત કરીશું એ વાયદા પર મેં મારી આજ વેડફી નાખી છે,
તારી રાહમાં મેં મારી જિંદગી રોકી રાખી છે..
ન જાણી તે ક્યારેય મારી ઈચ્છા બસ તારી મનમાની ચલાવી છે,
તારી ઈચ્છાઓ પુરી કરતા મેં મારી જાત ઘસી નાખી છે,
તારી માટે તારા કામ પહેલા અને પછી હું,
અને મેં હમેશા તને પ્રધાનતા આપી છે,
તારી રાહમાં મેં મારી જિંદગી રોકી રાખી છે..
ન કરી ક્યારેય કશી ફરિયાદ તને,
તારી હા માં હા રાખી છે,
ન જાણે કેટલીય રાત મેં ઉદાસીનતાની વિતાવી છે,
તારી રાહમાં મેં મારી જિંદગી રોકી રાખી છે..
તારા ટાઈમટેબલ પ્રમાણે તે તારી જિંદગી ચલાવી છે,
મારી જિંદગીતો આમાં ક્યાય અટવાણી છે,
તારી ખુશીની ફિકર કરતા કરતા,
મેં મારી હસી ખોઈ નાખી છે,
તારી રાહમાં મેં મારી જિંદગી રોકી રાખી છે..
- દ્રષ્ટિ