શરૂ થાય જિંદગી જ્યારથી,
સવાલોની વણઝાર શરૂ થાય,
ડગલેને પગલે સવાલો ને સથવારે,
જિંદગીની રફ્તાર શરૂ થાય,
આગળ સવાલોની સવારી ચાલે,
પાછળ જિંદગી ઢસડાતી જાય,
મળે જવાબ ત્યારે,
જ્યારે જિંદગી પૂરી થાય,
બેજાન શરીર પડ્યુ હોય.
ત્યારે જવાબ જિંદગીનો,
લોકોના ગણગણાટમા સંભળાય.
#શરૂઆત