હાય હેલો થી શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ આખી જિંદગી સાથે જીવતા થઇ જઈશુ,
આંખોઆંખોમાં વાતોની શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ એકબીજાની આંખોમાં સમાઈ જઈશુ,
હાથમાં હાથ રાખીને શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ એકબીજાના હાથ પકડીને ઘરડા થઈશુ,
બે કદમ સાથે ચાલીને શરુઆત કરી હતી આપણે;
ક્યાં ખબર હતી આમ છેલ્લા કદમો પણ સાથે ચાલીશુ.
#શરૂઆત