🙏🙏મારા હિતેચ્છુઓને સમર્પિત🙏🙏
ચાલ નવીન શરૂઆત ફરી વખત હું કરી લઉં,
આજે જીગરી દોસ્તોને ફરી વખત મળી લઉં,
ખોવાઈ ગયેલી અકથ્ય યાદોને યાદ કરી લઉં,
આજે હૃદયથી સ્મરીને ફરી હું તાજી કરી લઉં,
ઉર્ધ્વગમન કરાવ્યું છે મારું એને યાદ કરી લઉં,
આજે નતમસ્તક હું આભાર વ્યક્ત કરી લઉં,
અક્ષયપાત્ર લાગણી આપી એને યાદ કરી લઉં,
આજે નખશિખ ઋણી છું એને સ્વીકારી લઉં,
અગ્રજ અને અનુજના સાથને યાદ કરી લઉં,
આજે સ્વાર્પણ કરીને ઋણ મારું ચુકવી દઉં.
દિગ્વિજયી બનવાના સપનાંને હું જોઈ લઉં,
આજે ફરી વખત હું સિંહાવલોકન કરી લઉં.
અરે....!
આપના સહકારથી મારો જીર્ણોદ્ધાર કરાવી લઉં,
આજે અલૌકિક આપના પ્રેમનું પયપાન કરી લઉં.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૦૧/૦૬/૨૦૨૦
સમય:- ૧૧.૩૯
શબ્દ:- #શરૂઆત
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
@ અઘરા શબ્દોની સમજૂતી:-
~~~~~~~~~~~~~~~
અકથ્ય = કહી ના શકાય તેવું
ઉર્ધ્વગમન = ઊંચે જવાની ક્રિયા
નતમસ્તક = માથું નમાવીને
અક્ષયપાત્ર = જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર
નખશિખ = નખથી માથા સુધી
અગ્રજ = ( મારાથી ) આગળ જન્મેલા
અનુજ = ( મારાથી ) પાછળ જન્મેલા
સ્વાર્પણ = પોતાની જાતને અર્પણ કરવું તે
દિગ્વિજયી = બધી દિશામાં વિજયને વરેલું
સિંહાવલોકન = આગળ જતાં પહેલાં પાછળનું જોઈ લેવું તે
જીર્ણોદ્ધાર = જૂના બાંધકામોનું સમારકામ
અલૌકિક = આ લોકમાં મળે નહીં તેવું