તારી અને મારી આંખો જ્યારે મળી હતી,
ત્યારે આપણા પ્રણય ની શરૂઆત થઈ હતી.
તું સમીપ આવીને મીઠું મીઠું હસી,
ત્યારે આપણા પ્રણય ની શરૂઆત થઈ હતી.
સાંજ ના સમયે ઢળતી સંધ્યાએ તારા ચહેરા ની રજઆત થઈ,
ત્યારે આપણા પ્રણય ની શરૂઆત થઈ હતી.
તારો પ્રથમ સ્પર્શ અને તેજ થયેલા ધબકારા હૃદયના જ્યારે,
ત્યારે આપણા પ્રણય ની શરૂઆત થઈ હતી.
તારા આલિંગન માં સમાયેલો હું બધું જ ભૂલી ગયો,
ત્યારે આપણા પ્રણય ની શરૂઆત થઈ હતી.
તું હોય તો ખુલી આંખો ને ના હોય તો બંધ આંખો થી તને નિહાળતો,
ત્યારે આપણા પ્રણય ની શરૂઆત થઈ હતી.
વિરહ ના વિચાર થી હ્રદય દ્રવી ઊઠતું,
ત્યારે આપણા પ્રણય ની શરૂઆત થઈ હતી.#શરૂઆત
લિ.ભાવેશ એસ રાવલ