પાનખર પછી થતી વસંતની શરૂઆત,
આ મનને એવી તો જાણે ગમતી જેમ.
મારા ઝાંઝરનો અવાજ સાંભળી તને,
મનમા મારા મુખને જોવા ઝંખના જાગે.
જેમ આ ચાતકને વરસાદ તણુ એ ટીપુ,
મોંમા ઝીલવા માટે આતુરતા અત્યંત હોય.
જેમ એ આ ધરતી બળબળતા તાપે ધખી,
આ મેઘરાજાના મિલન માટે સદા ઝંખતી.
જેમ પક્ષીઓને સંધ્યાએ એ માળે જઈ,
એ નાના પહુળાને જોવાની આતુરતા હોય.
બસ એવી જ આ મનને આતુરતા રહેતી,
આ પાનખર પછી કુંણી કુંપળોને જોવાની.
#શરૂઆત