આપણો સમાજ "
------------------
હું' અમુક અંતરે ઘર થી દૂર
જ્યાં પથ્થરો ની મોટી ખાણ
હથોડા મારતા એને નીકળતી ચીસ
જાણે નિર્જીવ માં પણ લાગતી જીવ
---------------
છાંયડો કરી ખુરશીમાં એ બેઠો થોડે દૂર
મોટી બૂમો સાથે રુઆબ દયે મૂછ
કોણ જાણે ક્યાં વેર નું વારે પૂંછ
એશ આરામ માં ગુસ્સો કરે એનું ગુચ્છ
ભરખમ પેટ ને ભારે તે એની કાયા
લખે છે કાગળ પર કૈંક એવાં આંકડા
છત્રી પકડી નોકર ઉભો ઢાળવા એને છાંયા
----------------
જોવ છું હું એ બધું બેઠા બેઠા અહીં
સ્ત્રી પણ એક મજૂર છે પાણે પાણે અહીં
ચૂલા તાવળી ની ફુરસદ કરી મજબુર અહીં
થોડા અમુક પગલાં ના અંતરે
એક બીજી સ્ત્રી ઝઝૂમતી ફોડી ખોદતી ખાડા
કપરા તાપે કાળી કાયા હાથ માં પકડે હથોડા
પુરુષો ના ટોળાં સાથે એ પણ ઝઝૂમતી ગોળા
આકરા તાપે વધુ શેકાતા શરીરે ઘા ના ઉઝરડાં
કપાળે ચોંટેલી બિંદી પરસેવે ખસતી આડી
-------------------
થોડે દૂર લીમડે છાયે એક બાળક સૂતું દીઠું
માઁ ના ધાવણ ની રાહે ક્યાર નું રડતું રજળતું
પાંચ વર્ષ નો એનો ભઈલો છાનું રાખવા મથતું
પણ બાળક માઁ ના આંચલ નું ભૂખ્યું કગરતું
-------------------
ખુરશી પર બેઠેલ જણ ને પેલી સ્ત્રી
બન્ને ની તુલના જોઈ હું થયો બહુ પરેશાન
સમાજ ની આવી હાલત થી હું છું હેરાન
ક્યાં કામ નો છે આ સમાજ એની પહેચાન ?!
જ્યાં દૂધ પાતી માઁ ના શિશું ધાવણ માટે પીડાય !?