છોડી દુનિયાની ચિંતા ફરી,
ચાલ એક નવી શરૂઆત કરીએ ...
ભૂલી આખી દુનિયાની વ્યથા ફરી,
ચાલ એક નવી શરૂઆત કરીએ ...
મુકત થઈ બંધનોની માયાજાળથી ફરી,
ચાલ એક નવી શરૂઆત કરીએ ...
વીતેલી વાતો ભૂલી જઈને ફરી,
ચાલ એક નવી શરૂઆત કરીએ ...
લાગણીનાં દરિયામાં ડૂબી જઈને ફરી,
ચાલ એક નવી શરૂઆત કરીએ ...
પાગલ થઈ એકમેકનાં પ્રેમમાં ફરી,
ચાલ એક નવી શરૂઆત કરીએ ...
રાજેશ્વરી
#શરૂઆત