એસીમાં બેસી લખે છે રોજ જે તડકા વિશે!
પૂછો એને જાણે છે કંઈ થાક ને રસ્તા વિશે?
દંભનો વ્યાપાર ચાલે છે અહીં ચારે તરફ
પેટભર ખાનાર લખતાં ભૂખના ભરડાં વિશે!થ
જે કદી જીવ્યાં નથી એ જિંદગીને ચીતરે
અંધ જે રીતે કરે ચર્ચા કશી ધટના વિશે
ઉંઘવું પણ છે જરૂરી એજ એ ભૂલી ગયો
રાતભર જાગીને બસ લખતો રહ્યો સપનાં વિશે
ભાર જેને ઉંચક્યો હો એજ જાણે એનું દુ:ખ
હોય છે આખી લડત બસ એક ડગ ભરવા વિશે
કિરણ 'રોશન'