મંદિરમાં ઈશ્વરને શોધનારાઓ એકવાર વર્ગખંડની મુલાકાત લઇ તો જોજો,
શિક્ષકને વીંટળાઈને બેઠેલા એ બાળકો તમને સાક્ષાત પ્રભુના દર્શન ન કરાવે તો કેજો...
છપ્પન ભોગ ધરવાથી પણ જેના પર ઈશ્વરની કૃપા નથી થઈ તેઓ શાળામાં એકવાર મધ્યાહન ભોજન કરાવી તો જોજો,
એ બાળકોની દુઆઓ તમારા બગડેલા કામ ના સુધારી દે તો કેજો..
મંદિરમાં આડેધડ દાન આપનારા દાતાઓ,
ક્યારેક કોઈ ગરીબ બાળકની ફી ભરી તો જોજો,
ઈશ્વર જો અગાધ કૃપા ન વરસાવે તો કેજો..
એકવાર સાફ હૃદયે મારી શાળામાં આવી તો જોજો,
તમને રામ, રહીમ, શીખ, ઈસાઈના દર્શન એક સાથે ન કરાવું તો કેજો...
-# દ્રષ્ટિ