મહામારી વિશ્વને આવી ; એજ અમારે ને તમારે
પણ એથી જીવનના અરમાનો મર્યા નથી અમારે
સૌ શ્રીમંતોને પૈસારુપી દરિયો કહે; એ છે તમારે
પણ હું દરિયો નૈ કહું નદીના જળ છે મન અમારે
મેરામણના જળ તો ખારા ; એવા ક્યાં છે તમારે ?
પણ ભરોસો છે મીઠા જળ છે નસીબમાં અમારે
ગંગાનદીમાં જળ ક્યારેય સુકાય?કે સુકાય તમારે
પણ અમે સરોવર ; નદીથી સરોવર ભરાય અમારે
ગંગાનદીમાં નીર નાખવા પડે? એનું શું કહેવું તમારે
પણ એનાથી આખેઆખા સરોવર સુકાય અમારે
જન્મારો નદીના નીરથી સિંચ્યો ક્યાં છુપું છે તમારે?
પણ નદીના જળ ખૂટશે નૈ વિશ્વાસ છે મન અમારે
કુદરત શું આમ ક્રૂર રહેશે?ના. શા માટે ચિંતા તમારે
પણ નદીનું ટીપુંય સુકાય નહી એ સંકલ્પ છે અમારે
મહામારી વિશ્વને આવી ; એજ અમારે ને તમારે
પણ લડીશું ને જીતીશું એ વિશ્વાસ છે મન અમારે...
- બિપિન સોલંકી.....
નીર-જળ ઉપમા -
શૈક્ષણિક અને સાંસ્કૃતિક અસ્તિત્વ-પ્રતિષ્ઠા , આર્થિક અસ્તિત્વ , સામાજિક અસ્તિત્વ.....