આજ કાલ મન આકુળ વ્યાકુળ છે,
શું પ્રિતમાં તને પણ આમ થાય છે???
શૂન્ય ને પામી ગયો છું આજ,
એમાં ભળી જવાની પણ ઇચ્છા પ્રબળ છે,
એક અંતિમ વાર વાત થાય,
શું પ્રિતમાં તને પણ આમ થાય છે???
"બાર પહોરની પ્રતિક્ષા" છે,
"તેરમે સ્હાયબાની સમીક્ષા" છે...
થાય સંવાદ તો નવીનતા છે,
ન થાય તો એમાંય ક્યાં પુરાતનતા છે???
બાકી એક સત્ય તો આજ આ પણ શાશ્વત છે ,
સંવાદે "પ્રિતમીલન" તો વિણ સંવાદ "અનોખીપ્રિત" મીલન છે...