જરૂરિયાતમંદ છું તારી સગવડોનો, સરકાર
મારા મસ્તકમાં તારું અસ્તિત્વ છે.
જરૂરિયાત નિષ્ક્રિય નઈ સક્રિય છે, સરકાર
જે પૂર્ણ કરવા તું જુસ્સો શકિત વધારે છે.
જરૂરિયાતમંદ અવ્યવસ્થિત છે સરકાર
અર્થપૂર્ણ વર્તન તેને પૂર્ણ બનાવે છે.
જરૂરિયાત ઉત્ત્પન્ન થઈ સંતોષાય નઈતો, સરકાર
તે કલ્પનાના દિવાસ્વપ્નમાં પરિણમે છે.
જરૂરિયાતમંદોની જરૂરિયાતો હોય સરકાર
જે પ્રત્યેક્ષ જોઈ શકાય તે હકીકત નથી.
જરૂરિયાત સામાજિક સંઘર્ષ છે સરકાર
જે મનો વિકૃતિનું કારણ બને છે.
જરૂરિયાતમંદોની જરૂરિયાત બદલાય, સરકાર
જ્યારે જીવનના વ્યવહારો બદલાય છે.