આટલો નાનો માળો તારો
તેમાં તું કેવી રીતે રહે છે?
તેમાં જગ્યા કયાં છે ચિડિયા?
જેને તું પોતાનું ઘર કહે છે
કયાં તારો શયનખંડ છે,
કયાં તમારું ભોજન બેઠક છે,
એ પણ બતાવી દે,
કયાં બનાવે છે તું ભોજન?
આટલો નાનો માળો તારો
દિકરો-વહું હશે તારે
એના રુમ કયાં કયાં છે?
લગ્ન કયૉ હશે દિકરીનાં
સરનામું બતાવ કયાં કયાં છે?
પૌત્ર-પૌત્રીઓ સાથે હશે
સાથે રહે કે અલગ અલગ
સેવા કરે કયારેક તારી
બોલો એના રંગ-ઢંગ શું❓
વાત સાંભળી ચીડિયા રાણી
બહુ હસી, હસીને શરમાય ગઈ
બોલી અરે શાણપણના દુશ્મનો,
તમે દુનિયાને સમજી શક્યા નહીં.
અમે પક્ષીઓ તો એક જૂથમાં
દુનિયા નવી બનાવી લઈ
એ જ અમારું ભોજન બેઠક
પોતપોતાનું કામ અમે બધા
પોતાના હાથોથી જ કરીએ છીએ
નાનાં નાનાં બચ્ચાં પણ
પોતાના પર આત્મનિર્ભર રહે
આખી દુનિયા અમારી
ધરતી આખી અમારું ઘર
અહીં તન-મન સંતુષ્ટ
અહીં આત્મા અજર અમર
#માળો