ઘણા પરિવર્તન આવ્યા સમાજમાં,યુગોના યુગો બદલાય ગયા,
પણ પ્રેમનું પાઠ્યપુસ્તક હજી સુધી નથી બદલાયું.
પ્રેમનો અભ્યાસ કરતો વિદ્યાર્થી "આશિક" તરીકે ઓળખાય છે.
જ્ઞાતિની સમાનતા...છુપાઈને પ્રેમ કરવાની આવડત...પેરેન્ટ્સનું એપ્રુવલ...સમાજનું સર્ટિફિકેટ...
વગેરે ઘણી બધી "પ્રેમની પરીક્ષાઓ" આપ્યા પછી આશિકને ખુલ્લે આમ પ્રેમ કરવાની ડિગ્રી મળે છે, જે "મેરેજ" તરીકે ઓળખાય છે.
ભારતમાં UPSC/IITની પરીક્ષાઓ કરતા "પ્રેમની પરીક્ષા"નો પાસિંગ રેશિયો કદાચ ઓછો જ હશે...!
રોમિયો-જુલિયટ,લૈલા-મજનું,હીર-રાંજા,સલીમ-અનારકલી,રાજ-સિમરન,
આ બધા "પ્રેમની પરીક્ષા"ના ટોપર...
આ પરીક્ષા પાસ કરવા "મહોતરમાં"ની જરૂર પડતી હોય છે,
એના વગર પણ "પ્રેમની પરીક્ષા" આપતા "એક તરફા આશિકો" જે "મહોતરમાં" ને રિઝવવા"પ્રેમ પત્ર" લખીને સતત પ્રયાસો કરતા હોય છે!
"દેવદાસ" એટલે "પ્રેમની પાઠશાળા"નો સૌથી ઠોઠ નીશાળિયો.
અકસર "પ્રેમની પરીક્ષામાં" નાપાસ થનાર "આશિકો" દેવદાસ બની જતા હોય
"હું અને તું" પણ પ્રેમની પરીક્ષા આપતા હોય, અડધો અભ્યાસક્રમ પણ પૂરો થઈ ગયો હોય ત્યારે, મને તો લાગે છે "હું અને તું" ટોપરના લિસ્ટમાં સૌથી ઉપર હોઈશું !તારું શુ કહેવું...?