એક વખત ફરી આવીજા, તુફાની કાન્હા
કળીયુગ કરી રહયો પુકાર
એક વખત ફરી આવીજા, તુફાની કાન્હા
અમને બધાને પ્રિય કાન્હા, તુફાની કાન્હા
ખોવાઈ ગયા, માખણ-મિશ્રી
ગાય માતા અહીં લાચાર
સાંભળવાનું મન થયું મુરલી-ધૂન
કરી વિનંતીઓ અમે તને
સાંભળી લે ધરતી વાસીનો પુકાર
એ જ દુર્યોધન, એ જ દુશાસન
અે જ ચીરહરણ, એ જ અંધાધૂંધી
પ્રસરી ગયો, ફરીથી અહીં હાહાકાર
સંબંધોની મીઠાસ પણ હવે તો
ભૂલી ગયા હોશકોશ પોતાની
નૌકાદળનું ભવિષ્ય દાવ પર લાગ્યું
અહીં ઘણા કાળીઆ નાગ બની ગયા
એકવાર ફરી નાથી દે એને
આવી જા અમારા બધાનો,તોફાની કાન્હા
આંખો પર પટ્ટી પણ બાંધી છે
ન્યાયની ગાંધારીએ
ફરી ટોચ પર પહોંચી ગયો
સતાનો પાવર હવે અહીં
ઉતારી દે આ પટ્ટીને
આવી જા અમારા બધાનો તોફાની કાન્હા
પાંડવ બની ગઈ છે જનતા
સાચા કમૉ બતાવી જા
ફરીથી એકવાર આવીને તું કાન્હા
ગીતાના પાઠ ભણાવી જા
અમને બધાને પ્રિય કાન્હા, તુફાની કાન્હા
એક વખત ફરી આવીજા,તુફાની કાન્હા
#તોફાની