કુણા કુણા હૈયામાં, કોતરણી કરાય નહિ,
હોય અબુધ જેઓ , સ્વભાવે મરાય નહિ;
લટકા મટકા ને નખરા હોય છે, મનના જ,
શોભા યાત્રા છે આ ફેશન શૉ રોકાય નહિ;
દર્દ ની દવા મળે નહીં, મીઠડાં ઝખ્મો હોય,
ખરજવા જેવી ખંજવાળ કદી ટોકાય નહિ;
દસ્તક દઈ ખુલા બારણે, શું ખુલાસો કરવો,
દિલને બારણે ગોધરિયા ,તાળું મરાય નહિ;
આનંદ જીવન જીવવાની , કળા છે ખરેખર,
ઉન્માદ માં આડેધડ, ઐશ્વર્ય ખોવાય નહિ;