મારા શબ્દોનાં ભાવાર્થ ને સમજે તું! તો મારા મનની સાચી માંગણીઓ તને સમજાશે,
એકાએક મુખથી નીકળેલા વચનોમાં પણ મારી લાગણી ની માંગણીઓ તને વર્તાશે,
મારા મનને સમજવા કરીશ કોશિષ તું! તને તારી ઇરછાઓની પુરી થતી દેખાશે,
મારા શબ્દે શબ્દે ક્યોં તું અર્થ સમજીશ,મારી આંખો માં જો સકળ મર્મ સમજાશે