જો ને કેવું જીવન થઈ ગયું છે,
તારી યાદો નું એ આદિ થઈ ગયું છે,
તારા મિલન ને યાદ કરી હસી લઉં છું,
તો તારી જુદાઈ ને યાદ કરી રડી લઉં છું,
ઈચ્છા કોઈ ખાસ રહી નથી હવે જીવવાની,
બસ મોત ની રાહ માં જ જીવી લઉ છું,
હવે ક્યાં છે મોહ કોઈ વાત, વસ્તું કે કોઈ વ્યક્તિ નો,
બધું જ છે છતાં કશું'જ નથી,
પેહલી મુલાકાત, આખરી મુલાકાત,
આખરી મુલાકાત ની એ દર્દ થી ભરેલી જુદાઈ,
આ દરેક વાત એક અહમ હિસ્સો બની ગઈ છે જીવન ની,
બંદ રૂમ માં ખુદ ને પૂરી,
હું ને મારી એકલતા બસ તારી જ વાતો ને વાગોળ્યા કરીએ છીએ,
હવે તો ચા, તારો ફોટો, તારી યાદો ની સાથે જ જીવન વિતાવી રહ્યો છું,
જો ને કેવું જીવન થઈ ગયું છે,
તારી યાદો નું એ આદિ થઈ ગયું છે,
પ્રેમ સોલંકી ...