#પતંગ
જિંદગીમાં જીવન જીવતા એવી કેટલીક પળો હળવાશ ની હોય છે કે જેમાં દરેક વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય છે. આ ઉદ્દેશીને જ હિન્દુ ધાર્મિક રીત રિવાજ અનુસાર તહેવારોનું મહત્વ આપવામાં આવ્યું છે. જેના દ્વારા પરિવારમાં એકતા જળવાય દરેક વ્યક્તિ સાથે પરિચય થોડો સમય મિત્રો સ્નેહી સ્વજનો સાથે માણી શકાય.
પતંગ એ શબ્દ નો નામ આપણે ખૂબ જ ખુશ ખુશાલ થઈ જઈએ છે. અરે.. કેવી મજા આવે !
પતંગ કાપવા, તેને લૂંટવા માં, કિન્યા બાંધવામાં અને ચગાવવામાં ખરેખર અદ્ભુત અને એમાંય પાછું પેલું તુંકલ આકાશમાં સાંજે કેવું ટીમ ટીમતું દેખાય જાણે આખું આકાશ તેનાથી ભરાઈ ગયું હોય તેવું લાગે. પૃથ્વી પર ના જીવનના બે દિવસ જાણે સ્વર્ગમાં ન વિતાવ્યા હોય તેઓ એક અહેસાસ આપણને થાય.
પતંગ એકને ત્રણ પેઢી ચલાવે છે.. એક બાળક, બીજો યુવાન, ત્રીજા નંબર પર વૃદ્ધ.. હવે દરેક પતંગ કેવી રીતે ચલાવે છે જુઓ..
આપણું બાળપણ નો સમય ખરેખર ખૂબ જ
નિરાલો હતો. તે સમયે કદાચ પતંગ-દોરી ની કિંમત ઘણી ઓછી હતી પણ ખ્યાલ છે ને આપણામાંથી ઘણા વ્યક્તિ જાતે પતંગ બનાવીને ચગાવતા એક પ્લાસ્ટિકની થેલી માંથી, જુના પતંગની સરખડી, અને થોડી દોરી લઇને જાતે પતંગ બનાવીને ઉતરાણ પહેલા ચગાવતા. આ રિયસલ હતું અને ઉતરાણ આવે ત્યારે તો મન મૂકીને ધાબા ઉપર ચડી ને બૂમ-બરાડા કરીને પતંગ ચગાવતા. ક્યારેક તો અવાજ પણ બેસી જતો પણ મજા હતી મિત્રો જ્યારે આજના બાળકો ને હું જોઉં છું ત્યારે નવાઈ લાગે છે. આપણા સમયે ગિલી ડંડા, લખોટી, ભમરડા, સાપસીડી, અમદાવાદ, ક્રિકેટ, કબડ્ડી ખો-ખો, વોલીબોલ ની રમત હતી. જ્યારે અત્યારનું બાળક બિચારું માત્ર ને માત્ર ભણવા અને ભણવા પછી મોબાઇલમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની બાળપણની વિતાવેલી ક્ષણો જોઈને આપણને આશ્ચર્ય થાય છે.
યુવાનીમાં મિત્રો સાથે તેમજ સ્નેહી સંબંધીઓ સાથે ધાબા ઉપર ચડી ને પતંગ ચગાવવા,પતંગ કાપવાની ની મજા આવે. તેની સાથે ફાફડા જલેબી ઊંધિયું ચીકી ખાવાની ખૂબ જ મજા આવે.
જ્યારે વૃદ્ધ અવસ્થાના ખાલી બેસી ને પતંગ નિહાળવાની અને બાળકોને સાચવવા ની દેખ રેખ રાખવાની અને ઊંચા આસમાનમાં પતંગ જોવાની મજા આવે.. અને ક્યારેક ઉમરલાયક વ્યક્તિ પતંગ ચગાવે તો હંમેશા પેચ ના થાય તેનું ખૂબ ધ્યાન રાખે આપણે એમને પૂછી અને કે અંકલ તમે આમ કેમ કરો છો ક્યારેય હસીને જવાબ આપ્યો.. "આ દોરી અને પતંગ પેચ કરવા માટે નથી થોડો ચગાવી લેવા દો"
આમ પતંગે લોકોની લાગણી સાથે સંકળાયેલ તહેવાર છે. એક વખત હું મારા પત્ની અને મારી નાનકડી બેબી.. અઢી કે ત્રણ વર્ષની છે. તેને લઈને કાકરીયા રિવરફ્રન્ટ માં પતંગ મહોત્સવ જોવા ગયો.
આકાશ અલગ-અલગ પ્રકારના પતંગ જોઈને અમને ખૂબ આનંદ થયો. એટલામાં જ એક વિદેશથી આવેલા પતંગ ચગાવવા માટે આવેલ વ્યક્તિની જોઈને મારી નાનકડી બેબી કહે..
નવ્યા: હાવ આર યુ..!
વિદેશી વ્યક્તિ: ખુબ જ ખુશ થઇ ગયા. આઈ એમ ફાઈન.. સારામાં નાનકડી નવ્યા ને આકાશમાં ઉડતો પતંગ બતાવો.. અને કહ્યુ કે યુ કેન શી..
નવ્યા: હસીને માથું હલાવ્યું.
રિવરફ્રન્ટ પર આવેલ અમારી આસપાસ ઉભેલા દરેક વ્યક્તિ ખુશ થઈ ગયા.
પતંગ નો તહેવાર એ ઉદ્દેશ્ય આપે છે. ઈર્ષા, સ્વાર્થ મોમાયા, ક્રોધ વગેરે આપણા જીવનમાં દૂર કરે તે પતંગ કાપી..
સુનિલકુમાર શાહ