જરાક વસંત બનીને, તું પાંગરી તો જાણે,
એક મીઠી મુસ્કાન, ફુલો જેવી કરી જાણે;
ભીની શબનમી અનુભૂતિ, કોક હદય પર
ઝાકળ સમી ચમકદાર, પથરાઈ તો જાણે;
અદ્શ્ય ભાવે ઉઠતી ઊર્મિ , લહેરાતી હોય,
નયન કટાક્ષ કરતા, રિસામણા થઇ જાણે;
રંગીનિયા છે મનભાવન , છેલછબીલી અહીં,
જિંદગી ને પ્રેમ થી, નવપલ્લવિત કરી જાણે;
આનંદ છે સહજ સ્વાભાવિક, અંતર્ગત જે,
વસંત ઉત્સવ ઉજવણી, ભાવથી કરી જાણે;