શૂરવીર દીકરો
(સૈનિક)
કોઈકે મને પૂછ્યું સૈનિક કોણ છે ??
મેં કીધું .....
એક માના ખોળે જન્મેલો બીજી માનુ રક્ષણ કરતો તે શૂરવીર દીકરો છે...
લોકોને સોનાની ઊંઘ આપી પોતે કાંટાળી વાડોમાં દેશનું રક્ષણ કરતો તે શૂરવીર દીકરો છે...
દિવસ હોય કે રાતની પરવા કર્યા સિવાય દેશની સલામતી ચાહતો તે શૂરવીર દીકરો છે...
ભૂખ ,તરસ યાદ ન રાખી બંદૂકધારી ૫૬ઈન્ચ ની છાતીવાળો તે શૂરવીર દીકરો છે...
જ્યાં આતંકીઓ એક બૉમ્બથી હજારને મારવાની ઈચ્છા ધરાવે ત્યાં એક એક માણસને બચાવતો તે શૂરવીર દીકરો છે...
ઘર સંસાર હોવા છતાં સાધુ થઈ ફરતો તે શૂરવીર દીકરો છે...
તહેવાર ,ખુશીની મોહ ન રાખી કક્ત સલામતીનો તહેવાર ઉજવતો તે શૂરવીર દીકરો છે...
દેહની પરવા સિવાય સર્વધર્મ એક સમાન માની સેવા કરતો તે શૂરવીર દીકરો છે...
પોતે ગોળી ખાઈ હોવા છતાં બોર્ડર પર હંમેશા અમર એવો તે શૂરવીર દીકરો છે...
માની લાગણી એટલી કરી કે જીવનું બલિદાન આપતો તે શૂરવીર દીકરો છે...
મલમલની ચાદર કરતા તિરંગાને ઓઢવાની ચાહ રાખતો તે શૂરવીર દીકરો છે...
જય હિન્દ જય હિન્દના નારા સાથે ઘણાય અમર જીવોમાં શામેલ થતો તે શૂરવીર દીકરો છે..... DJC✌️✨
Thank you for your time😇✌️
ગમે તો શેર કરજો. 🙏😇
#શૂરવીર