લખવું શું ? ભાવ ઊર્મિ જ્યાં પેદા ના થાય,
બકવુ શું જ્યાં શબ્દ , સમજ પેદા ના થાય;
સરી પડી સ્મૃતિ જાણે,અજાણ્યા લોક મહીં
દર્શન અદ્રશ્ય ગજબ ના, અસમંજસ થાય ;
દ્રવીભુત થાય છે , હદયમાં પ્રતિપળ ભાવથી,
સ્નેહ સરવાણી ફૂટે, અલક મલક મન થાય,
નયન સ્રવી જતા નૂર દ્રષ્ટિપાત કરતાં કરતાં,
છલકતી આંખડી ના જામ, સુરાહી કેમ થાય;
આનંદ અનુભૂતિ ગજબની , ને ઝણઝણાટી ,
મન ભાવવાહી પ્રેમમાં , હરપળ ડૂબતું જાય.