જયારથી ઉછરતો માના ઉદરમા,
સાંભળતો કથાઓ, શૂરવીરોની.
પછી બાળપણે બને બાણાવળી,
ને યુવાનીમા જલકાય આતુરતા.
એ બને શૂરવીર નહી એમા સંદેહ,
રહેતો અપાર પોરસ એના નયનોમા.
કાયા એની કદાવર ને કાળજુ કઠણ,
મુછો અણીયારી ને અવાજ ભયાનક.
શીરે શોભતી પાઘડીને, કપાળે તિલક,
હાથમા શોભે ભાલા-તલવાર ને શસ્ત્રો.
દુશમનો ભાગે એની એક હાકલની ધાકે,
પછી કહેવાય જ ને એને ધરાનો સાવજ.
સર્વ દા'ડા સરખા ગણી તમામ દુખો વેઠે,
ધરાના રક્ષણ કાજે મોતને હસતા ભેટે.
અંતે પસંદ કરે તીરંગાને કફન બનાવવુ,
પણ લડી લે એ ન હારે કદી હિંમત._ રશ્મિ
#શૂરવીર