સાંભળ પ્રિયે ..
તને યાદ કરવા કાઢી જ લઉ હું સમય મનગમતો
જ્યારે સામે ના હોય તું તો ઉજાસ પણ ના ગમતો
આમતો નથી રહ્યો જમાનો હવે કાગળ કલમનો
એટલે જ લખું છું તને પ્રેમપત્ર ઓનલાઇન અમથો
તારી એ મુલાકાત નો સિલસિલો નજરે ભમતો
તું રિસાય મોડા આવવાથી જ્યારે મારો લે ઉધડો
એ પ્રેમનો મોસમ વરસાદમાં ભીંજવે તું મનગમતો
ના હોય ઉદાસ મન થનગનાટ મન મોર જેમ કરતો
તારા અધરો પર એ છાંટો ઝાકળ સો મને ભાસતો
એક નજર જોઈ મનમાં આજ પળ એ જીવંત દિસતો
સાગરને આકાશ ની મળતી ક્ષિતિજે તારો ભાસ થતો
નવવધૂ જેમ શણગાર ધરાનો રંગ અત્તરશો મહેકતો
"ભાવુ" તારી યાદનો માનસપટ પર આછેરો જામ છલકતો
દરિયાના કિનારે બેસીને રોજ સ્મરણમાં નિજ પ્રેમ વરસતો
લિ. બસ સનમ તુજ
હૈયે વસતો