જરાક તો ચમન ને ,પુછી તો તું લેજે
જરાક તો કંટકોને ,પુછી તો તું લેજે;
નજાકત ભર્યા ફુલો ,પર ઝાકળ ભીનાં
સંવેદના ભર્યા સ્પર્શને, પૂછી તું લેજે;
આવી છે કેમ ઉદાસી, મહેમાનગતિમાં,
વસંતને વસમી વિદાઈ , પૂછી તું લેજે;
પતઝડ નું આગમન, અહીં છે થયું શાને,
ચાંદ ડૂબ્યો ક્યાં અમાસને, પૂછી તું લેજે;
દુઃખદર્દ નું વાવાઝોડુ, આવ્યું છે ક્યાં થી,
શૂન્ય કેમ છે દિલ આનંદ , પૂછી તું લેજે;
========================