#લોકડાઉન
એક મુસાફરને ખભે ભાર,
લાચારી'ને જવાબદારીનો,
સાંભળે વતન આજ વારંવાર.
નીરવ છે 'ઘરનું પાણીયારું.
ધૂળિયા રસ્તા જોઈ,
ડાળીએ બોલે કાગ.
ગામના પાદરે ભાંભરે ઢોર,
યાદ અપાવે વતનની વારંવાર.
ઉંબર, ફળિયાં વિરાન થઈ ગયા,
મજદૂર યાત્રિકોના ઘર સુના થઇ ગયા.
ધંધા રોજગાર બંધ થાય'ને,
કોયલનો ટહુકો સંભળાય વારંવાર.
આજ વતનની યાદ આવે વારંવાર.
Bhavesh parmar