મારું મારા માં જ કંઈ નથી!
હું જ મને નથી ઓળખતો!
શું કરવું છે મારે ખબર નથી!
ક્યાં જવું છે મારી પાસે રસ્તો નથી!
ક્યારેક પુત્ર છું તો ક્યારેક પિતા!
ક્યારેક ભાઈ છું તો ક્યારેક પતી!
ક્યારેક કોઈ નો મિત્ર છું તો ક્યારેક દુશ્મન!
મારું મારા માં જ કંઈ નથી!
ક્યારેક પિતા ના સપના પુરા કરવાનો પ્રયાસ કરું છું.
તો ક્યારેક પુત્ર ના સપના માટે રાત દિવસ દોડું છું.
ક્યારેક મમ્મી ના વ્હાલ માટે તરશું છું.
તો ક્યારેક પત્ની ના પ્રેમ માટે!
આ બધા માં હું ક્યાંક ખોવાઈ જ ગયો છું.
પૈસા માટે ભાગી ભાગી ને થાકી ગયો છું.
મારું મારા માં જ કંઈ નથી!