એ શ્યામલી શીતળ રાત,ને શ્યામા તારો સાથ, આપણા સંબંધનો એ આગાઝ...
તને યાદ છે???.....મને યાદ છે.
એ થોડા ટુંકા રસ્તા,ને લાંબી લાંબી વાતો,
બસ એકમેકનો સહવાસ...
તને યાદ છે???.....મને યાદ છે.
એ ઉંડી ગહેરી આંખો,ને કાળી ઘેઘુર ઝુલ્ફો,
સાથે મદહોશ કરતો સ્વર..
તને યાદ છે???.....મને યાદ છે.
એ ભુલથી થાતો સ્પર્શ,ને હુંફાળો સંસર્ગ,
હાથોમાં હોવો હાથ ને...કહેવાનું બસ....
તને યાદ છે???....મને યાદ છે.
ખબર નહી કેમ? પણ એમ જ પાંગરેલો સંબંધ...
જેને બાકી છે આજ લગી... દેવાનું નામ...
તને યાદ છે???....મને યાદ છે.
- નિર્મિત ઠકકર