મારી ડાયરી
અંતર્મુખી.......આ એક બહુ બહોળો વિચાર માગી લે એવો શબ્દ છે. જેમાં વ્યક્તિગત અને આધ્યાત્મિક બંને વિચાર છુપાયેલા છે.
આપણે વ્યક્તિગત રીતે વિચારીએ..તો અંતર્મુખી હોવું એ પણ એક વિશિષ્ટ ગુણ છે ઘણી વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ શબ્દો માં વર્ણન નથી કરતા,પણ પોતાની દુનિયા, પોતાની મસ્તી માં જ મસ્ત હોય છે.
તેઓ માં એક આગવી પ્રતિભા છૂપાયેલી હોય છે. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે તેઓ તાર્કિક રીતે બધું વિચારીને નિર્ણય લે છે.
તેઓ soft spoken, best listener હોય છે. તેઓ જલ્દી કોઈ સાથે ભળતાં નથી પણ તેઓ લોકોની વાત ને બહુજ ધ્યાન અને ધીરજ થી સાંભળતા હોવાથી લોકો ને તેઓમાં પોતા પણા ની લાગણી અનુભવાય છે...
આવા કઈ કેટલાય ગુણ છુપાયેલા છે આમાં જે લખીએ તો આખું પુસ્તક લખાય...
આ એક એવી તાર્કિક ઈચ્છા છે જે દરેક વ્યક્તિ ઇચ્છતા જ હોય જ છે, પણ અભિવ્યક્ત કરવાની રીત અલગ છે.
કેવી રીતે...?
શું આપણે હંમેશા નથી વિચારતા કે મારે આખા દિવસ દરમિયાન મારી પોતાની સાથે થોડો સમય તો વિતાવવો જ છે જેમાં હું મારા અંતરાત્મા સાથે વાત કરું મને ખુદ ને જાણું....તો આ એક પ્રકારે અંતર્મુખી નો જ ગુણ છે.......!!!....
#અંતર્મુખ