સીમા સ્કૂલેથી આવીને સીધી પોતાના રૂમ માં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મીનાબેનને સીમાની આવી વર્તણૂંકથી નવાઈ લાગી. હસતી રમતી દિકરી એકદમ અંતર્મુખી થઈ ગઈ,ચાર દિવસ થી સતત તેના રૂમમાંજ પૂરાય રહેતી હતી સ્કૂલમાં જવાની પણ ના પાડી દેતી. મીનાબેનના એકપણ સવાલ નો જવાબ નહોતી આપતી.
મીનાબેને સીમાના રૂમમાં જઈને સીમાને કહ્યું કે તારા પ્રિન્સિપાલનો ફોન હતો અને કહ્યું છેકે જો સીમાની ગેરહાજરી વધી જશે તોતેને નાપાસ જાહેર કરવામાં આવશે. ક્લાસફસ્ટ આવવાવાળી સીમામાટે આ અસહ્ય હતું. તેને પ્રિન્સિપાલે કહેલા શબ્દો યાદ આવ્યાં," જો કોઈને પણ આ વાતની જાણ કરી છેતો તને ફેલ કરી દઈશ"ફેલ થવાની બીકે તો મમ્મીને કંઈપણ કીધું નહોતું. સીમાતો મીનાબેનને વળગી ને રોવા લાગી. મીનાબેને તેને રડીલેવા દીધી પછી ધીમેધીમે બધી વાત તેના મનમાંથી કઢાવી લીધી. અને કહ્યું તારે ડરવાની જરૂર નથી
તારી સહેલીઓને મળીને મે બધું જાણી લીધું હતું અને તારા મામા જે ડી.એસ.પી છે તેની મદદથી જાળ બિછાવી પ્રિન્સિપાલને રંગે હાથે પકડી પાડ્યો છે. આતો તારા મનમાંથી વાત કઢાવવા હું ખોટું બોલી હતી.
અંતર્મુખી થઈને બેસી રહેવાથી કોઈ વાતનુ સોલ્યુશન નથી નીકળતું, ઊલટું એનાથી તમે એકલતાની ખાઈમાં ઊંડા ધકેલાઈ જાવ. હિંમત એકઠી કરી ન્યાય મેળવો અને ઉંચાઇઓ ના શિખર સર કરો.
#અંતર્મુખ