#દિલ
દરિયા ના ઊંડા દિલ માં જોયું,
હતી એ આકાશ ની છબી.
આકાશ પણ નિહાળ્યા કરતો,
તેને એક દર્પણ માની.
લાખો નજરો જોતી હતી આ જુદાઈ,
અંતર જાણે એ તો હતો પ્રેમ,
દૂર છતાં ખૂબ પાસ,
એવો છે અમારો સાદ,
સંબંધ એવો હતો એક એ,
ખામોશી થી કરેલી વાતો નું પરિણામ હતું જે,
પ્રેમ છલકાતું હતું હદયમાંથી એમ,
એકમેક ની આંખોમાંથી કાવ્ય બનીને વંચાતુ હતું.
....Mahek Parwani