થીજી ગયા છે મારી સુની
આંખો માં આંસુ
લાગે છે જાણે જીવન જીવી
રહ્યા આ આંસુ
નહિતર એવા જખ્મો ઘણા હતા
વહેવડાવવા આ આંસુ
પણ વેરાન આંખો માં
સમાઈ ગયા આ આંસુ
કોઈ દર્દ તો પીગળાવે
આ થીજેલા આંસુ
પણ દર્દ ના અહેસાસ થી
અજાણ છે આ આંસુ
કહેતા હતા દિલ ની એ
બધી વાત આ આંસુ
હવે "અસી" ની વાત કદી
ના કહેશે આ થીજેલા આંસુ.....
#દિલ #