તારા પ્રેમ ના પગથિયે બેઠી છું હું,
હવે મને ઉતારતાં ના ફાવે,
તારા દિલ ના દરિયા માં ડુબી ગઈ છું હું,
હવે મને આ ભવસાગર તરતાં ના ફાવે,
તારી આંખો થી દિલ ના દરવાજે પહોંચી ગઈ છું હું,
હવે ત્યાંથી પાછું ફરતાં મને ના ફાવે,
તારી વાંસળી અને મોરપીંછ માં મોહી હું શ્યામ !
હવે દ્વારિકા ના રાજા જોડે ના ફાવે !
તારી રાધા, બની ને જ જીવું છું હું,
હવે તારું મંગળસૂત્ર પહેરી ને રુક્મણિ બનવાનું મને ના ફાવે, શ્યામ!
- dr.priyanka gorasiya