_____ #દિલ _____
હૃદયના બારણે રુધિર અથડાઈને ,
અવિરત તનને ચૈતન્ય રાખે.
મગજના કોષમાં તેમના તાપથી ,
વિચારનાં વાદળા દોટ મેલે.
તંતુએ તંતુએ પંચમહાભૂતમાં ,
શરીરમાં સર્વના સ્થાન મ્હાલે...
પ્રેમની તસવીરો હૃદયથી સ્પર્શતું ,
દયા પણ દિલથી કોણ દાખે?
ચિત્ત 'ને અંતઃકરણ આપથી ઉપજ્યાં ,
સજીવનું જીવન ધકધક કાળજે.
કોઈ બહાદુર 'ને હોય દરિયાવદિલ ,
હૈયું દિલેર ને દિલદાર કીધા...
#દિલ #ਦਿਲ #Heart #இதயம் #दिल
#homequorantine
#lockdowndays