ખળખળ વેહતું મીઠું કોમળ ઝરણું મોન ધરી,
ખારા દરિયે જઈ મળે તે આપડને ગમશે નહીં.
ચેહરો જોઈ ભલે દુનિયા રંગ તપાસી જાણે,
દિલને અંકબંધ રાખી જીવવું આપડને ગમશે નહીં.
શુભ કામમાં આશિષ ના મળે વડીલોના તો,
દુનિયાનું કોઈ રજવાડું જીતવું આપડને ગમશે નહીં.
સ્વપ્નને સાકાર કરવા જીવની બાજી લગાડી દવ,
ધરતી ત્યાગી ગગન ચૂબવું આપડને ગમશે નહીં.
હારને જીત કરી હથેળીમાં રાખી બતાવું પણ,
મિત્ર પીઠ પાછળ નો વાર આપડને ગમશે નહીં.