આ દિલ અને સાથે દિમાગ.
બંને એકબીજાથી વિરોધી,
પણ બંને મહત્વના સરીખા.
એક વહે લાગણીના વહેણમાં,
તો બીજુ મતિના મતમતાંતરમાં.
નિત સાંભળવા પડતા બંનેના કહેણ,
અને ઉપરાંત ન અનુસર્યાના મહેણ.
કયારેક સફર થતી સંવેદનાના ધોધમાં,
તો કયારેક માનસના સબુતી સ્તરમા.
એક લાગણીમા વહેવડાવી રડાવે,
જયારે બીજુ સજડબમ બનાવે.
એક સાવ લાગણીહીન કહી ધુત્કારે,
જયારે બીજુ લાગણીઘેલુ કહી શરમાવે.
એ બંનેના લાગણીમતિના ચક્કરમાં,
આ આત્મા હંમેશા મુકાતી વિમાસણમાં.
#દિલ