મારી જનનીનો મમતા ગુંથ્યો માળો,
લાગે છે મને એ સૌથી નિરાળો.
ચોમાસું, શિયાળો કે હોય ઉનાળો
મુજને રાખે એ હેતેથી હુંફાળો.
અગાધ પરિશ્રમથી એને ગુંથ્યો છે,
હૈયાના અપાર હેતથી એને સીંચ્યો છે.
ગંગાના નીર સમ નિત એને પખાળો,
' માનો પાલવ ' સંધ્યાના રંગોથીએ રૂપાળો.
ફૂલોના માધુર્ય અને મધથીએ મીઠો છે,
' ઝંખના ' પુષ્પોની સૌમ્યતા જેવો એ સુંવાળો.
- દક્ષા પરમાર " ઝંખના "