" મીઠા મધુર મીઠા મોરલા રે લોલ એ થી મીઠી તો મોરી માત રે જનની ની જોડ સખી નહી જડે રે લોલ" માતા માટે જે કહો તે ઓછુ છે આપણે વેદકાળથી માતૃદેવો ભવ કહીએ છીએ. સો શિક્ષક બરાબર એક માતા. હુ આજે જે પણ છુ તે મારી માતા ના કારણે છુ ૧૯૫૭ નુ ફક્ત એક વાક્ય " ના કેમ આવડે " બસ આ વાક્ય પર જિંદગી બની ૧૯૬૯ માં સોનાની બંગડી વેચી પ્રી કોમર્સની ફી ભરી . આજે જે કાંઈ માન મળે છે એ બધુ એમના કરાણે આજે જગદિશ સર, રાજપરા સર એ બધુ કહેનાર છે પણ " એ જગા " ખઈ લે એ કહનાર મારી મા નથી . હે મા ચામુંડ કોઈની મા ન છીનવીશ. ઓ મા આપ સ્વર્ગ થી ફક્ત એક વાર કહો " એ જગલા ખઈ લે " માતૃ દિન ની શુભ કામના,