કળિયુગની દ્ભોપદી
કળિયુગની દ્ભોપદી કોઇની રાહ નહી જોવે,
એ જાતે બચાવશે પોતાનુ થતુ વસ્ત્રાહરણ.
એ એમ હવે લાજમા રહીને સહન નહી કરે,
એ તો જાતે જ તોડી દેશે દુશાશનના એ કર.
કોઇ કૃષ્ણના આવવા સુધી બેસી નહી રહે,
એતો જાતે જ પોતાના માટે યુધ્ધ છેડી દેશે.
હવે એ રાજસભા સુધી પણ નહી ઢસડાય,
પહેલા જ સામનો કરશે એ ભુખ્યા હેવાનોનો.
હવે દાસીઓ આબરુ માત્ર લુંટાતી નહી જોવે,
પણ ઘરેણાથી સજજ હાથથી એ વાર કરશે.
હવે કોઇ પુરુષ તેની રક્ષા કરવા નહી આવે,
હવે દ્ભોપદી જ દ્ભોપદીની રક્ષા કરવા જજુમશે.
હવે દુશ્મન માત્ર મર્યાદા લુંટનાર જ નહી હોય,
પણ તમામ જે હંમેશા સહન કરી રહે છે મૌન.
કેમ કે ગુનો કરનાર જેટલો જ ગુનો ગણાય છે,
એ મોંમા મગ ભરી રાખનાર કાયર, ભીરુઓનો.