"ઈશ સમર્પિત"
લાગણીઓ માટે હું તરસતો
ખુદની નજરથી એ નીરખતો,
ખુદની જ લાગણીઓમાં કેમ ?
ખોવાઈ જવાય છે !!!
ખુદની જ નજરોથી કેમ
ભીંજાઈ જવાય છે.....?
પ્રેમ હંમેશાય હું સિંચતો
ખુદના પ્રેમ માટે પણ હું ઝંખતો,
પ્રેમ એ ખુદનો ઝંખતા કેમ ?
ખોવાઈ જવાય છે !!!
ખુદના જ પ્રેમમાં કેમ
અટવાઈ જવાય છે.....?
વાતો ઘણીય હું કરતો
વાતોમાં ખુદને હું હંમેશ નીરખતો
વાતો કરવામાં ખુદની કેમ ?
ખોવાઈ જવાય છે !!!
બીજાની એ વાતોમાં કેમ
ખુદને નીરખાઈ જવાય છે.....?
કહેવામાં કોઈને કદીએ ના ડરતો
એવું કરવામાં પાછો કદી ના શરમાતો
સાંભળતા વાત જ્યારે પોતાની કેમ ?
ખોવાઈ જવાય છે !!!
વાત થાય છે પોતાની એ જાણતા કેમ
શરમાઈ જવાય છે.....?
વાતો ના કર ઈશારા અહમ્ ભરેલી તું
તારી વાતોમાં અહમ્ એ નીરખાઈ જવાય છે,
અહમ્ છોડ પછી કરી જો તારી વાત તું
પછી જો કેવું સાચ્ચે ખોવાઈ જવાય છે...
કરી દે સમર્પિત ઈશને તું જે પણ કરે એ
પછી જો કેવું સાચ્ચે ખોવાઈ જવાય છે...
https://www.matrubharti.com/bites/111436490
- સંકેત વ્યાસ (ઈશારો)