તારાં જ ભાવો છે જિવે તારાં અભાવમાં,
હો છે મગજ મારું ફકત તારાં તણાવમાં.
જેમાં જઈને કોઈ પાછું ફર્યું ના કદી,
અટવાયું છે આખું હ્રદય એવાં બનાવમાં.
મારો બધો આધાર છે બસ એમનાં ઉપર,
સુખ દુઃખ રહે છે એમનાં એ આવજાવમાં.
વ્યસ્ત હતા સૌ કોઈ ફોટા પાડવામાં ઘણાં,
ઘર સળગતું'તું કોઈ આવ્યું ના બચાવમાં.
એવું પુછો છો અક્ષ કે, છે કેટલી ઉંમર?
હો માછલીનું ક્યાં સુધી સૂકા તળાવમાં.